ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી, જેને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે, એ હિન્દૂ તહેવાર છે જેમાં ભગવાન શ્રીગણેશની ઉપાસના કરવામાં છે. આ દસ દિવસનો તહેવાર છે, તે હિન્દુઓના ભાદ્રપદ માસ ના ચંદ્રગ્રહણ ના ચોથા દિવસથી શરૂ થાય છે, જે સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરના ગ્રેગોરિયન મહિનામાં આવે છે.

આ તહેવારમાં ભગવાન શ્રીગણેશની મૂર્તિઓની પૂજા ઘરોમાં ખાનગી રીતે અથવા જાહેરમાં વિસ્તૃત પંડાલ (કામચલાઉ સ્ટેઇજ) ઉપર થાઈ છે. આ તહેવાર માં વૈદિક સ્તોત્રો અને હિન્દુ ગ્રંથો જેવા કે ગણપતિ ઉપનિષદ નું પઠન, પ્રાર્થના અને વ્રત (ઉપવાસ) નો સમાવેશ થાય છે. દિવસે ભગવાન શ્રીગણેશ ને પ્રાર્થના સાથે પ્રસાદ અર્પણ કરવામાં આવે છે, જે પંડાલમાં પધારેલા સમુદાયને વિતરણ કરવામાં આવે છે, જેમાં મોદક જેવી મીઠાઈનો સમાવેશ થાય છે, એવું માનવામાં આવે છે કે મોદક, હાથીના માથાવાળા દેવતાના પ્રતીક શ્રીગણેશ ને ખુબ પ્રિય છે.

તહેવાર શરૂ થયાના દસમા દિવસે સમાપ્ત થાય છે, જેમાં શ્રીગણેશજી ની મૂર્તિનું સંગીત અને લોકોના સમૂહ સાથે જાહેર સરઘસ કાઢવામાં આવે છે, પછી નદી અથવા સમુદ્ર જેવા નજીકના જળ પ્રવાહમાં વિસર્જન કરવામાં છે, ત્યારબાદ માટીની મૂર્તિ ઓગળી જાય છે અને એવું માનવામાં આવે છે ક ભગવાન શ્રીગણેશ માંપાર્વતી અને ભગવાન શિવ પાસે કૈલાસ પર્વત પર પાછા ફરે છે.