હિંદુ ધર્મમાં રંગ નું મહત્વ

રંગ એ હિન્દુઓ ના ધર્મ અને સંસ્કૃતિમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે અને કેવળ સુશોભન મૂલ્યોથી આગળ એનું ખૂબ જ ઊંડુ મહત્વ ધરાવે છે. હિંદુ કલાકારો દેવતાઓના ચિત્રો બનાવવા માટે અને તેમનાં ગુણોને દર્શાવવા માટે રંગનો ઉપયોગ કરે છે છે. રંગોનો યોગ્ય ઉપયોગ એવું વાતાવરણ સર્જે છે, જે વ્યક્તિને પ્રસન્નચિત બનાવી શકે. ધાર્મિક વિધિઓમાં વપરાતા કેટલાક મુખ્ય રંગો લાલ, પીળો (હળદર), પાંદડા જેવો લીલો, ઘઉંના લોટ જેવો સફેદ વગેરે હોય છે.

લાલ

લાલ રંગ ભોગવિલાસ અને શુદ્ધતા સૂચવે છે. હિન્દુ ધર્મમાં, લાલ રંગ અત્યંત મહત્વનો છે અને આ રંગ લગભગ દરેક શુભ પ્રસંગો જેવા કે લગ્ન, બાળ જન્મોત્સવ, ધાર્મિક ઉત્સવો, વગેરે માટે વપરાય છે. સમારંભોમાં અને મહત્વપૂર્ણ પ્રસંગો દરમિયાન કપાળ પર લાલ ચિહ્ન (તિલક) કરવામાં આવે છે. લગ્નની નિશાની તરીકે, સ્ત્રીઓ વાળ આગલા ભાગ પર લાલ કંકુ લગાવે છે. તેઓ લગ્ન દરમિયાન લાલ સાડી પણ પહેરે છે. લાલ કંકુ સામાન્ય રીતે પ્રાર્થના દરમ્યાન દેવતાઓ અને પૌરાણિક દેવોની મૂર્તિઓ પર પણ ઉડાવવામાં આવે છે. તે શક્તિ (વીરતા) નો રંગ પણ દર્શાવે છે. હિંદુ દેવતાઓને લાલ રંગના કપડા પહેરાવવામાં આવે છે જે બહાદુર, રક્ષણાત્મક અને દુષ્ટતાનો નાશ કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. એક સ્ત્રીના મૃત્યુ વખતે, તેના દેહને અંતિમ સંસ્કાર માટે લાલ કાપડમાં લપેટવામાં આવે છે.

કેસરી / નારંગી

કેસરી / નારંગી હિન્દુઓ માટે સૌથી પવિત્ર રંગ માનવામાં આવે છે અને અશુદ્ધિઓને અગ્નિથી બાળવાના પ્રતિક તરીકે જોવામાં આવે છે, આ રંગ શુદ્ધતાને દર્શાવે છે. તે ધાર્મિક ત્યાગનું પણ પ્રતિનિધિત્વ કરે છે આ રંગ હિન્દુઓ માટે ઘણો પવિત્ર અર્થ સૂચવે છે. તે પવિત્ર પુરુષો અને સન્યાસી (ત્યાગીઓ)નો સૂચવે રંગ છે જેઓ દુનિયાનો ત્યાગ કરી દીધો છે. રંગ પહેરીને પ્રકાશની શોધનો પ્રતીક છે. તે રાજપૂતોના યુદ્ધનો રંગ માવામાં આવે છે, યોદ્ધાની જાતિ દર્શાવે છે.

લીલો

લીલો રંગ એ તહેવારો નો રંગ છે મહારાષ્ટ્રમાં, તે જીવન અને સુખનું પ્રતિનિધિત્વ કરે છે. આ કારણોસર, વિધવા લીલા રંગ ના વસ્ત્રો પહેરતી નથી, તે શાંતિ અને સુખની નિશાની સૂચવે છે, લીલો રંગ મન ને સ્થિર કરે છે. લીલો રંગ આંખો માટે ખુબ ઠંડો અને ફાયદાકારક માનવામાં આવે છે અને પ્રકૃતિ રજૂ કરે છે.

પીળો

પીળો રંગ જ્ઞાન અને શિક્ષણ નો રંગ છે. તે સુખ, શાંતિ, ધ્યાન, ક્ષમતા અને માનસિક વિકાસનું પ્રતીક છે. તે વસંતનો રંગ છે અને મનને સક્રિય કરે છે ભગવાન વિષ્ણુના વસ્ત્ર નો રંગ પીળો છે, તે તેના જ્ઞાનના પ્રતિનિધિત્વનું પ્રતીક છે. ભગવાન કૃષ્ણ અને ગણેશ પણ પીળા વસ્ત્ર પહેરે છે. વસંત તહેવારોમાં પીળા વસ્ત્ર પહેરવામાં આવે છે અને પીળો ખોરાક ખાવામાં આવે છે. કુવારી છોકરીઓ સાથીને આકર્ષવા અને દુષ્ટ આત્માઓ દૂર રાખવા માટે પીળા વસ્ત્રો પહેરે છે.

સફેદ

સફેદ રંગ એ સાત અલગ અલગ રંગોનું મિશ્રણ છે તેથી તે પ્રત્યેક રંગ ની ગુણવત્તાનું પ્રતીક છે. તે શુદ્ધતા, સ્વચ્છતા, શાંતિ અને જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે, જ્ઞાનની દેવી, માં સરસ્વતીને હંમેશાં એક સફેદ વસ્ત્ર માં અને સફેદ કમળ પર બિરાજેલા બતાવવામાં આવે છે. બ્રાહ્મણ – સૌથી ઉચ્ચ સામાજિક જાતિ – સફેદ રંગ સાથે સંકળાયેલિ છે. હિંદુ ધાર્મિક આગેવાનો(મુખ્ય સંત / આચાર્ય ) પોતાની આત્મિક પુનર્જન્મની રજૂઆત માટે પોતાને સફેદ રાખ થી ઢાંકી દે છે. શ્વેત રંગ શોક / વિલાપ નો રંગ પણ છે. અન્ય અગ્રણી દેવી – દેવીઓના પહેરવેશ માં પણ સફેદ રંગ ની જલક જોવા મળે છે. એક હિન્દુ વિધવા સ્ત્રી શોકમાં સફેદ વસ્ત્ર પહેરે છે.

વાદળી / નીલો / આસમાની

વિશ્વ ના સર્જનહરે પ્રકૃતિને (એટલે કે) આકાશ, મહાસાગરો, નદીઓ અને તળાવો ને મહત્તમ નીલો રંગ આપ્યો છે. બહાદુરી, નિશ્ચય, મુશ્કેલ પરિસ્થિતિઓ નો સામનો કરવાની ક્ષમતા, સ્થિર મન અને પાત્રની ઊંડાઈઓ ધરાવતા દેવતાઓને વાદળી રંગના દર્શાવવામાં આવે છે. ભગવાન રામ અને કૃષ્ણએ તેમનું જીવન માનવતાની સુરક્ષા અને દુષ્ટતાના નાશ માટે સમર્પિત કર્યું હતું, તેથી તેઓને વાદળી રંગ ના વર્ણવવા માં અથવા દર્શાવવા માં આવે છે.