રાંદલ માતાજી (સ્તુતિ)

(રાગ:- શ્રી રામ ચંદ્ર કૃપાળુ ભજમન)

હે આદ્યશક્તિ દયાળુ દેવી રાંદલ માત નમો નમઃ

હે શ્રુષ્ટિ પાલનહાર દેવી રાંદલ માત નમો નમઃ

હે મહિષાસુર હણનારી માં મારા કામ ક્રોધ ને બાળજે

દયા કરીને શરણે લેજે રાંદલ માત નમો નમઃ

હે ચંડમુંડ હણનારી માં મને પાપ થી તું છોડાવજે

દયા કરીને ભક્તિ દેજે રાંદલ માત નમો નમઃ

તારે ભરોસે જીવન નૈયા હાંકી રહ્યો છુ માતરે

બની સુકાની પાર ઉતારો રાંદલ માત નમો નમઃ

મારી મનવૃત્તિને સ્થિર કરીને ચરણે તારા રાખજે

ભક્તો કહે માં પાર ઉતારો રાંદલ માત નમો નમઃ