હિંદુ ધર્મ એ ધર્મ, સંસ્કૃતિ, તત્વજ્ઞાન, જીવન માર્ગ, ધરોહર, પરંપરા અને તહેવારો નું સંયોજન છે.

કોઈ પણ માણસ હિંદુ ધર્મ ના સ્થાપક હોવાનો દાવો કરી શકે નહિ. તે હજારો વર્ષોથી સંતો, બૌદ્ધિક દર્ષ્ટિકોણ અને સામાન્ય પુરુષો અને મહિલાઓ દ્વારા ખુબજ શ્રદ્ધા થી વિકસિત કરવામાં આવ્યો હતો

 

હિંદુ ધર્મ “સનાતન ધર્મ” તરીકે પણ ઓળખવામાં આવે છે, સનાતન નો અર્થ સાશ્વત અને ધર્મ નો અર્થ પ્રમાણિકતા કે સદગુણ

કોઈપણ સંગઠિત ધર્મમાં ત્રણ મુખ્ય લક્ષણો છે:
1) ભગવાન
2) પયગંબર / સંતો
3) પવિત્ર ગ્રંથો

જો કે, હિંદુ ધર્મ માં માત્ર;
1) એક સર્વોચ્ચ ભગવાન (પરમાત્મા), પરંતુ અલગ નામો અને સ્વરૂપો છે.
2) કોઈ એક પયગંબર નથી, પરંતુ ઘણા તત્વજ્ઞાનીઓ છે.
3) કોઈ એક પવિત્ર પુસ્તક નહિ, પરંતુ ઘણા પવિત્ર ગ્રંથો છે.

મૂળ ભારતીય ધર્મ – હિંદુ, બોદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મ છે.

a) એક ભગવાન, પરંતુ જુદા નામો – સત્ય (ઈશ્વર) એ એક છે, પરંતુ જ્ઞાની લોકો જુદાં જુદાં નામ દ્વારા બોલાવે છે.
b)એક ભગવાન, પરંતુ વિવિધ સ્વરૂપો – બ્રહ્મ (ઈશ્વર), નિરાકાર, માત્ર અભિલાષીઓની અનુકૂળતા માટે સ્વરૂપો બનાવાયા છે. જે કોઈ શ્રદ્ધાની સાથે ભક્ત બને છે, તે પૂજા કરવા ઈચ્છે છે, ભગવાન તે સ્વરૂપમાં પ્રગટ કરે છે.
c) એક ભગવાન, પરંતુ જુદા જુદા માર્ગો- જેમ વરસાદ ભલે ગમે તે સ્થળે વરસે, તે આખરે સમુદ્રમાં પહોંચે છે, તે જ રીતે જેનું વર્ણન (નામ અથવા સ્વરૂપ) તમામ દેવતાઓને પૂજા કરવામાં આવે છે, તે આખરે સર્વોચ્ચ વાસ્તવિક (ઈશ્વર) સુધી પહોંચે છે.

a) ભગવાન ની પૂજાની સ્વતંત્રતા – તમે ભગવાનનાં કોઈ પણ સ્વરૂપની, દેવના કોઈ પણ નામની પૂજા કરી શકો છો.
b) પૂજા સ્થાનની સ્વતંત્રતા – તમે મંદિરોમાં, ઘરે, નદીના કાંઠે અથવા તમને ગમે તે સ્થળે પૂજા કરી શકો છો .
c) પૂજા સમયની સ્વતંત્રતા – તમે અઠવાડિયાના કોઈપણ દિવસ, દિવસના કોઈપણ સમયે પૂજા કરી શકો છો.
d) પૂજાના માર્ગની સ્વતંત્રતા – તમે કોઈ પણ આધ્યાત્મિક માર્ગ (યોગ) પસંદ કરી શકો છો અથવા કોઈ પણ મંત્રનો ઉચ્ચાર કરી શકો છો.

અન્ય ધર્મમાં સહનશીલતા – હિંદુ ધર્મ અન્ય ધર્મોને ભગવાન સુધી પહોંચવા માટેના અન્ય માર્ગ તરીકે આદર આપે છે, જેને અલગ નામ દ્વારા અથવા અલગ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મ એવો દાવો કરતું નથી કે તે ભગવાન સુધી પહોંચવાનો એક માત્ર માર્ગ છે

a) સત્યમ વદ: – સત્ય બોલો
b) ધર્મ ચર: – ધર્મ થી જીવો
c) માતૃ દેવો ભવ: – માતા ને ભગવાન તરીકે જાણવા
d) પિતૃ દેવો ભવ: – પિતા ને ભગવાન તરીકે જોવા
e) આચાર્ય દેવો ભવ: – ગુરુ ને ભગવાન તરીકે જોવા
f) અતિથી દેવો ભવ: – મહેમાન ને ભગવાન તરીકે જોવા
g) સદ્ય્યોમાન પ્રમદા – શીથીલ થવું નહિ

a) રામ નવમી – ભગવાન શ્રી રામ નો પ્રાગટ્ય દિવસ (માર્ચ / એપ્રિલ)
b) કૃષ્ણ જન્માષ્ટમી – ભગવાન શ્રી કૃષ્ણ નો પ્રાગટ્ય દિવસ (ઓગસ્ટ / સપ્ટેમ્બર)
c) ગણેશ ચતુર્થી – ભગવાન શ્રી ગણેશ નો પ્રાગટ્ય દિવસ (ઓગસ્ટ / સપ્ટેમ્બર)
d) નવરાત્રી (નવ રાત્રી ) / દશેરા (દશ દિવસ) – ત્રણ દેવી / શક્તિ ની પૂજા – દુર્ગા (શક્તિ), લક્ષ્મી (સંપતી), સરસ્વતી (જ્ઞાન) – (સપ્ટેમ્બર / ઓક્ટોબર)
e) દિવાળી (પ્રકાશનો તહેવાર , ૫ દિવસ ) – અસુર પર વિજય નો દિવસ (ભગવાન શ્રી કૃષ્ણ નો નરકાસુર પર વિજય, ભગવાન રામનો રાજ્યાભિષેક) (ઓક્ટોબર / નવેમ્બર)

a) આપણા વેદો – ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ
b) બે ઈતિહાસ – રામાયણ અને મહાભારત
c) એક ભગવદ ગીતા (ભગવાન નું ગીત) – કર્મ અને અધ્યાત્મિક માર્ગ / યોગ શીખવે છે
d) એક્સો અને આઠ ઉપનિષદ, શ્રુતિ તરીકે પણ ઓળખાય છે
e) અઢાર પુરાણ (પૌરાણિક કથાઓ), સ્મૃતિઓ તરીકે ઓળખવામાં આવે છે

a) કર્મનો સિદ્ધાંત (કારણ અને તેણી અસરો) – દરેક વ્યક્તિ તેના કર્મો માટે જવાબદાર છે, દરેક વ્યક્તિ તેના ભાગ્યને બનાવે છે
b) પુનર્જન્મનો સિદ્ધાંત –આત્મા જન્મ અને મૃત્યુના ચક્રમાંથી પસાર થાય છે (અને અંતે પરમાત્મા સાથે ભળી જાય છે)

a) ધર્મ – શિસ્ત થી જીવવું
b) અર્થ – આર્થીક સ્વતંત્રતા પ્રાપ્ત કરવી
c) કામ – જીવનનો આનંદ માણવો
d) મોક્ષ – મુક્તિ પ્રાપ્ત કરવી

મૂર્તિ પૂજા એ એવી ખાતરી પર આધારિત છે કે ભગવાન દરેક જગ્યાએ, તમામ સ્વરૂપોમાં, બધા જીવંત / બિન-જીવંત પદાર્થો માં છે (સર્જન નિર્માતાનું પ્રગટીકરણ છે).

અભિવ્યક્તિ અથવા પ્રગટીકરણના ત્રણ સ્થિતિઓ:

a) મૂર્તિ – ત્રણ પરિમાણીય સ્વરુપ જે શિલ્પકાર દ્વારા બનવી શકાય છે (ગણેશ, કૃષ્ણ, વગેરે)
b) યંત્ર– દ્વી પરિમાણીય ભૌમિતિક રચના કે જે દોરી શકાય છે (સ્વસ્તિક, શ્રીચક્ર વગેરે)
c) મંત્ર – ધ્વનિ અથવા વિચાર સ્વરૂપ કે જે ચિંતનમાં ઉચ્ચારવામાં આવે છે (ગાયત્રી મંત્ર, તારક મંત્ર, વગેરે

મોટાભાગે હિન્દુ પુજામાં મંદિરમાં અથવા ઘરમાં, અભિવ્યક્તિની આ ત્રણ સ્થિતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.

વૈષ્ણ્વ (ભગવાન વિષ્ણુ ના ઉપાસક)
b) શૈવ – (ભગવાન શિવ ના ઉપાસક)
c) શાક્ત – (શક્તિ પૂજા નાં ઉપાસક, શક્તિ એ મહત્વનું સ્ત્રી બળ છે જે પોતાને દુર્ગા અથવા કાલિ તરીકે પ્રગટ કરે છે)

હિન્દુ પરંપરાઓમાં સ્ત્રીઓના ગુણો માટે ઉચ્ચ સન્માન રાખ્યું છે, અને તેમને દૈવી ગુણો અને શક્તિના દેવી તરીકે ઓળખવામાં આવે છે. દિવ્ય સ્વરૂપોમાં લક્ષ્મી (સંપત્તિ ની દેવી અને ભગવાન વિષ્ણુની પત્ની), સરસ્વતી (કલા ની દેવી અને ભગવાન બ્રહ્માના પુત્રી), અને પાર્વતી (શક્તિ ની દેવી અને ભગવાન શિવની શક્તિ) નો સમાવેશ થાય છે.

વૈદિક કહેવત છે, “જ્યાં સ્ત્રીઓની પૂજા કરવામાં આવે છે, ત્યાં ભગવાન રહે છે”, અથવા જ્યાં સ્ત્રીઓ ખુશ છે, ત્યાં સમૃદ્ધિ હશે. વૈદિક પરંપરામાં, તમે રાધા-કૃષ્ણ, સીતા-રામ, લક્ષ્મી-નારાયણ, પાર્વતી-શિવ, વગેરે જેવા વૈદિક પુરુષ દેવી-દેવતાઓની જોડી જે સ્ત્રી પ્રતિરૂપની સાથે જુએ છે તે સામાન્ય છે. હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોમાં, માં ને “માતરુ દેવો ભવ:” કહીને ભગવાન માનવામાં આવે છે..

આ પરંપરાને લીધે, ભારતના ઇતિહાસમાં ઘણી સ્ત્રીઓને આધ્યાત્મિકતા, સરકારી, લેખન, શિક્ષણ, વિજ્ઞાન અથવા યુદ્ધના ક્ષેત્રમાં યોદ્ધાઓ જેવા મહાન ઉંચાઇ સુધી પહોંચાડવામાં આવી છે.

અન્ય ધર્મોના આદર અને સહનશીલતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની તથા કરુણાની આચારસંહિતા એ હિન્દુ ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે

હિન્દુ ધર્મમાં મુખ્ય સોળ સંસ્કારો છે .
આ શ્રેણી જન્મ થી અંતિમ વિધિ સુધી ની છે.

a) ગર્ભાધાન – ગર્ભ ના સંસ્કાર
b) પુંસવનં – (ગર્ભાવસ્થા નો બીજો કે ત્રીજો મહિનો)
c) સીમન્તોન્નાયન (ગર્ભાવસ્થા નો પાંચમો અને આઠમો મહિનાની વચ્ચે નો સમય)
d) જાતકર્મ (તે સમયે જયારે બાળક નો જન્મ થાય છે)
e) નામકરણ (બાળક નું નામ રાખવાની વિધિ)
f) નિષ્ક્રમણ (બાળક ને ત્રણ કે ચાર મહિના પછી પ્રથમ વખત ઘર ની બહાર લઇ જવાય છે)
g) અન્નપ્રાશન (છ મહિના પછી બાળક ને પ્રથામ વખત અન્ન નો ખોરાક આપવામાં આવે છે)
h) ચૂડાકર્મ (પ્રથમ વખત બાળક ના વાળ ઉતારવામાં આવે છે, પ્રથમ વર્ષે અથવા ત્રીજે વર્ષે)
i) કર્ણવેધ – (ત્રીજે અથવા પાંચમે વર્ષે પ્રથમ વખત કાન વીંધવા માં આવે છે)
j) ઉપનયન (યજ્ઞોપવીત વિધિ)- આઠ માં વર્ષે
k) સમાવર્તન (જયારે ભણતર પૂર્ણ થઇ છે)
l) વિવાહ (લગ્ન વિધિ)
m) ગૃહસ્થાશ્રમ (ઘર ગૃહસ્થો લગતા સંસ્કારો.)
n) વાનપ્રસ્થાશ્રમ (ઘર ગૃહસ્થી છોડી ને વન માં જવું )
o) સન્યાસાશ્રમ – (સન્યાસી જેવું જીવન શરુ કરવું)
p) અંત્યેષ્ટિ(અંતિમવિધિ: મૃતકોના અંતિમ વિધિઓ)

હિન્દુઓ શાકાહારીવાદ માર્ગ દ્વારા જીવ હિંસા ન કરવાનું શીખવે છે.

એ વાત સાચી છે કે ભગવાનને ઘણી વખત આપણી પરંપરાગત વાર્તાઓમાં પતિ/પત્ની સાથે દર્શાવવામાં આવે છે, જો કે એક ધારણા મુજબ ભગવાન ન તો સ્ત્રી છે ક ન તો પુરુષ, તો પછી લગ્ન કઈ રીતે કરી શકે