રાંદલ માતાજી નું મંદિર
શ્રી રવિ રાંદલ માતાજી શ્રી રવિ રાંદલ માતાજી નું એૈતિહાસિક અને ખુબજ પ્રસિદ્ધ મંદિર ગુજરાત ના રાજકોટ શહેર થી દક્ષિણ તરફ ૮૫ કિ.મી. ના અંતરે આવેલું છે. શ્રી વિશ્વકર્મા ભગવાન ના પુત્રી, રવિ રાંદલ માતાજી નું આ મંદિર આશરે ૧,૧૦૦ વર્ષ જુનું છે, અહિયાં દર મહીને આશરે ૩,૦૦૦ થી ૪,૦૦૦ લોકો માતાજી ના દર્શનાર્થે આવે છે.
એવું માનવામાં આવે છે કે રાંદલ માતાજી નો સ્વભાવ ખુબજ દયાળુ અને ઉદાર છે, જેથી તેમના ભક્તો ની બધી માનોકામના અહી પૂર્ણ થાય છે. અહિયાં બીજી પણ ઘણી પ્રકાર ની આધ્યાત્મિક તેમજ સામાજિક પ્રવૃતિઓ થાય છે જેમ કે માતાજી ના લોટા, બટુક ભોજન, નવરાત્રી હવન, સમૂહ લગ્ન, ગૌશાળા, લોક ડાયરો અને ભેટ.

 

રાંદલ માતાજી
બાગવદર પાસે આવેલું શ્રી રવિ રાંદલ માતાજી અને સૂર્યદેવ નું મંદિર