મોટા ભાગના ધાર્મિક ભારતીયો, ખાસ કરીને વિવાહિત સ્ત્રીઓ કપાળ પર તિલક કરે છે અથવા પોટુ પહેરે છે.

સ્નાન કર્યા પછી અને ધાર્મિક પૂજા પહેલાં અથવા પછી અથવા મંદિરની મુલાકાત પછી ખાસ પ્રસંગો પર તિલક કરવામાં આવે છે. ઘણા સમુદાયોમાં, વિવાહિત સ્ત્રીઓ દરેક સમયે તેમના કપાળ પર કુમકુમ નું તિલક રાખે છે. રૂઢિચુસ્તો તેને અમુક વિધિઓ સાથે મુકે છે .

તિલક ભગવાનના ભક્તો અને ભગવાનની છબી પર ઉપાસનાના એક સ્વરૂપે અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં, સન્માનજનક સ્વરૂપે, મહેમાનોને સન્માનિત કરવા અથવા મુસાફરી શરૂ કરવા માટે કોઈ પુત્ર કે પતિને વિદાય કરતી વખતે લાગુ થાય છે.

તિલક રંગ અને સ્વરૂપમાં અલગ અલગ હોય છે. આ પરંપરા વૈદિક કાળમાં પ્રચલિત ન હતી, પરંતુ તે પૌરાણિક કાળમાં લોકપ્રિય થઇ હતી. કેટલાક માને છે કે તે દક્ષિણ ભારતમાં ઉદ્દભવ્યું છે. તિલક અથવા પોટુ  પહેરનાર અન્ય લોકો માટે પવિત્ર માનવામાં છે. તે ધર્મ ચિહ્ન તરીકે ઓળખાય છે

તેનું સ્વરૂપ અને રંગ જાતિ, ધાર્મિક સંપ્રદાય અથવા ભગવાનની પૂજાના સ્વરૂપ પ્રમાણે બદલાય છે. પહેલાંના સમયમાં, ચાર જાતિઓ (વર્ણ અથવા રંગ પર આધારીત) – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્રોએ તેના જુદા જુદા ગુણાંકન કર્યાં છે.

બ્રાહ્મણ સફેદ ચંદન નું તિલક કરે છે, જે શુદ્ધતા દર્શાવે છે, કારણ કે તેમનો વ્યવસાય એ પુરોહિત અથવા શૈક્ષણિક પ્રવૃતિ છે.

ક્ષત્રિયો લાલ કુમકુમ નું તિલક કરે છે, જે તે યોદ્ધાની બહાદુરી દર્શાવે છે.

વૈશ્યો પીળા કેસર અથવા હળદરનું તિલક કરે છે, જે સમૃદ્ધિ દર્શાવે છે કારણ કે તેઓ મોટા ભાગે વેપારી હોય છે જે સંપત્તિના સર્જન માટે સમર્પિત હોય છે.

ક્ષુદ્રો કાળા ભસ્મ, કાસ્તૂરી અથવા ચારકોલની નિશાનીવાળું તિલક કરે છે, જે તેણે અન્ય ત્રણ વિભાગોના કાર્યને ટેકો અપવાની સેવા લાગુ કરી હતી તે દર્શાવે છે.

ભગવાન વિષ્ણુના ભક્તો “યુ(અંગ્રેજી U)” આકારના ચંદનનું તિલક કરે છે, શિવ ભક્તો ભસ્મથી ત્રિપુંડ (“=” ના આકાર) નું તિલક કરે છે.

દૈવી ઉપાસકો કુમકુમનું લાલ ટપકા જેવું તિલક કરે છે. ચંદન, કુમકુમ અથવા ભમસ જે ભગવાનને ચડાવવામાં આવે છે તે પાછો પ્રસાદ તરીકે લેવામાં આવે છે અને આપણા કપાળ પર લગાવવામાં આવે છે. તિલક આપણી ભ્રમરો વચ્ચેની જગ્યાને આવરી લે છે, જે સ્મરણ શક્તિ અને વિચારસરણીની બેઠક છે. તેને યોગની ભાષામાં આજ્ઞા ચક્ર તરીકે ઓળખવામાં આવે છે.