આપણે શા માટે પવિત્ર ભસ્મ લગાવીએ / ધારણ કરીએ છીએ?

કોઈપણ બળેલા પદાર્થ / વસ્તુ ની ભસ્મને પવિત્ર ભસ્મ ગણવામાં નથી આવતી.

ભસ્મ (પવિત્ર રાખ) હોમાત્મક-યજ્ઞ માંથી બનેલી રાખ છે, જેમાં ઘી અને અન્ય જડીબુટ્ટીઓ સાથે વિશેષ લાકડાને ભગવાનની પૂજા તરીકે યજ્ઞ માં હોમવામાં આવે છે, અથવા દેવી-દેવતાઓને રાખ રેડીને તેઓનો પૂજા-અભિષેક કરવામાં આવે છે અને ત્યાર બાદ તે રાખ ને ભસ્મ તરીકે વહેંચવામાં આવે છે.

ભસ્મ સામાન્ય રીતે કપાળ પર લગાવવામાં આવે છે. કેટલાક લોકો તેને છાતી વગેરે જેવા શરીરના ચોક્કસ ભાગો પર પણ લગાવે છે. કેટલાક સંતો ભસ્મ ને પોતાના સમગ્ર શરીર પર ધારણ કરે છે. જ્યારે ઘણા લોકો ચપટી માં લઈને પોતાના કપાળ પર લગાવે છે.