The respondent also contact us that down and dirty with one in order to viagra soft Australia get NextDay. The largest segment of health insurance customers are individuals and families.

આપણે ભસ્મ નો ઉપયોગ શા માટે કરીએ છીએ?

ભસ્મ શબ્દનો અર્થ થાય છે, “જેના દ્વારા આપણા પાપો નાશ પામે છે એવા ભગવાનને યાદ કરવા” ભ નો અર્થ થાય છે ભર્ત્સન્મ (“નાશ કરવા માટે”) અને સ્મ નો અર્થ (“યાદ રાખવું”), તેથી ભસ્મ નો અર્થ દુષ્ટતા નો નાશ અને દેવત્વ નું સ્મરણ દર્શાવે છે. ભસ્મ ને વિભૂતિ (જેનો અર્થ થાય છે “ભવ્યતા”) પણ કહેવામાં આવે છે, કારણ કે જે તેને ધારણ કરે છે તેને રક્ષા (જેનો અર્થ એ છે કે રક્ષણનું સ્ત્રોત છે) માટે ગૌરવ આપે છે, તેમજ તેને ધારણ કરનાર ને શુદ્ધ કરીને ખરાબ સ્વાસ્થ્ય અને અનિષ્ટથી રક્ષણ આપે છે.

હોમ (પવિત્ર મંત્રો સાથે અગ્નિમાં આપવામાં આવતી આહુતિ) જ્ઞાનની જ્યોત અથવા ઉમદા અને નિ: સ્વાર્થીકરણમાં અહંકાર અને અહંકારની ઇચ્છાના અર્પણ અથવા શરણાગતિને દર્શાવે છે. આ યજ્ઞક્રિયા બાદ વધેલી રાખ મનની શુદ્ધતા દર્શાવે છે. ઉપરાંત, જ્ઞાનની અગ્નિમાં અનુક્રમે અજ્ઞાનતા અને જડતા દર્શાવતા લાકડાને બાળી નાખવામાં આવે છે. આપણે જે રાખને ધારણ કરીએ છીએ તે દર્શાવે છે કે આપણે શરીરની સાથેની સાચી ઓળખ કરવી જોઈએ અને જન્મ અને મૃત્યુની મર્યાદાઓથી મુક્ત થવું જોઈએ. રાખના માધ્યમ થી આપણને યાદ અપાવવામાં આવે છે કે શરીર નાશવંત છે અને એક દિવસ રાખમાં મળી જશે. તેથી આપણે તેનાથી જોડાયેલ ન હોવા જોઈએ. મૃત્યુ કોઈ પણ ક્ષણે આવી શકે છે અને આ જાગરૂકતા વડે સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે આપણી શક્તિ ને નિયંત્રિત કરીને સાચા રસ્તે વાળવી જોઈએ. આ મૃત્યુની યાદગગીરી અપાવતી ગેરસમજણ નથી, પરંતુ તે શક્તિશાળી સંકેત / નિર્દેશક તરીકે એક હકીકત સમજાવે છે કે સમય અને ભરતી(દરિયા માં આવતી ભરતી) કોઈ ની રાહ જોતા નથી.

ભસ્મ ખાસ કરીને ભગવાન શિવ સાથે સંકળાયેલ છે, જે પોતાના આખા શરીર પર તેને ધારણ કરે છે. શિવના ભક્તો પોતાના કપાળ પર ભસ્મ નું ત્રિપુંડ બનાવે છે (“=” નું સ્વરૂપ). જ્યારે કેન્દ્રમાં લાલ કંકુ નો ચાંદલો કરે છે, જે શિવ-શક્તિ (ઊર્જાની એકતા અને દ્રષ્ટિ જે સમગ્ર દ્રશ્ય અને અદ્રશ્ય બ્રહ્માંડ ના સર્જક છે) ની નિશાની દર્શાવે છે.

ભસ્મ એ છે કે જ્યારે બધું જ લાકડું બળી ને નાશ થઇ જાય છે અને જે વધે છે તે, એ જ રીતે ભગવાન અવિનાશી સત્ય છે જે સમગ્ર રચના/સર્જનના અવશેષોના અસંખ્ય નામો અને સ્વરૂપોની રચનાને વિસર્જન કરે છે.
ભસ્મ ના ઘણા ઔષધીય ગુણો પણ છે અને તેનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓમાં કરવામાં આવે છે. તે શરીરના અધિક ભેજ (આર્દ્રતા) ને શોષી લે છે અને શરીર માં શરદી તેમજ માથાનો દુખાવા ને અટકાવે છે. ઉપનિષદ પ્રમાણે, કપાળ પર રાખ ધારણ કરતી વખતે પ્રખ્યાત મહામ્ર્ત્યુંન્જ્ય મંત્ર નો જાપ કરવામાં આવે છે અથવા કરવો જોઈએ.

“આપણે ત્રણ નેત્રોવાળા ભગવાન શિવની પૂજા કરીએ છીએ જે આપણા જીવનમાં સુગંધ ફેલાવે છે. તે આપણને ડાળખી માંથી પડતા પાકેલા રીંગણા ની જેમ દુ: ખ, પરિવર્તન અને મરણના અનુકૂળ કાર્યોમાંથી મુક્ત કરે છે.”