આપણે નૈવેધ શા માટે ધરાવીએ છીએ ?

ભગવાન સર્વજ્ઞ અને સર્વશકિતમાન છે, મનુષ્ય એનો એક ભાગ છે, જ્યારે ભગવાન પૂર્ણ છે. આપણે જે કંઈ કરીએ છીએ તે ઈશ્વર ની શક્તિ અને જ્ઞાનથી જ થાય છે. તેથી જ આપણે આપણા જીવનમાં ક્રિયાઓના પરિણામે જે કાઈ પ્રાપ્ત કરીએ છીએ તે ખરેખર તેમના લીધે જ છે.

આપણે તેને ભોગ/ભોજન અર્પણ કરવાની ક્રિયા દ્વારા સ્વીકારીએ છીએ. સરળ શબ્દોના ઉદાહરણરૂપ “હું આપણે અર્પણ કરું છુ તે આપનું જ આપેલું છે” એ છે. ત્યારબાદ આપણે તે ભોજન ને અથવા પ્રસાદ ને તેમના દિવ્ય સ્પર્શ થયેલા અને તેમની ભેટ સમાન ગણીને ગ્રહણ કરીએ છીએ.

અર્પણ કરેલ ખોરાક કુદરતી રીતે શુદ્ધ અને શ્રેષ્ઠ હશે તેથી આપણે તેનો ઉપયોગ કરતા પહેલાં અન્ય લોકો સાથે વહેચવું જોઈએ.

આપણે જે ખોરાક મેળવીએ છીએ તેની ગુણવત્તાની, ફરિયાદ અથવા ટીકા કરવી જોઈએ નહિ.

આપણે તેનો વ્યય કરવો જોઈએ નહિ અથવા તેને નકારવો જોઈએ નહિ..

આપણે ખોરાક નો ખુશી થી (પ્રસન્ન બુદ્ધિ સાથે) સ્વીકાર કરવો જોઈએ. જ્યારે આપણે આ વલણમાં સ્થાપિત થઈએ છીએ, ત્યારે તે ખોરાકના સંદર્ભ ની બહાર જાય છે અને આપણા આખા જીવનમાં વ્યાપે છે. ત્યાર પછી આપણે જીવનમાં પ્રસાદ તરીકે તે સદભાવપૂર્વક સ્વીકારીએ છીએ.

આપણા દૈનિક ભોજનનો ભાગ લેતા પહેલાં આપણે સૌપ્રથમ શુદ્ધિકરણની ક્રિયા તરીકે જમવાનો થાળની આસપાસ પાણી છાંટવું.

ખોરાકના પાંચ ભાગો ને જમવાનો થાળની બાજુમાં નીચેના કારણોથી મૂકવામાં આવે છે.

  • આપણા ઉપર ની દેવીકૃપા/કૃપાદ્રષ્ટી અને રક્ષણ રૂપી દેવું (દેવતા ઋણ) આપણી ઉપર છે તે માટે;
  • આપણને એક વંશ, કુટુંબ અને સંસ્કૃતિ આપવા બદલ આપણા પૂર્વજો ને (પિતૃ ઋણ);
  • આપણા સંપ્રદાયો દ્વારા આપણને આપવામાં આવેલ (ઋષિ ઋણ) તરીકે આપણા ધર્મ અને સંસ્કૃતિની “સમજણ” આપવા બદલ;
  • આપણા સાથી માણસો (મનુષ્ય ઋણ) જેના આધાર વગર સમાજની રચના શક્ય નથી, અને જેના વગર આપણે જીવી શકીએ નહીં
  • નિઃસ્વાર્થપણે આપણને સેવા આપવા માટે અન્ય સજીવ પ્રાણીઓ (ભૂત ઋણ).

ત્યારબાદ ભગવાન, જીવન બળ, જે પાંચ જીવન આપનાર શારીરિક કાર્યો તરીકે આપણી અંદર છે, તેને ખોરાક અર્પણ કરવામાં આવે છે.

તેની પ્રાર્થના આ રીતે કરવામાં આવે છે:

પ્રાણાય સ્વાઃ,

અપાનાય સ્વાઃ,

વ્યાનાય સ્વાઃ,

ઉદાનાય સ્વાઃ,

સમાનાય સ્વાઃ,

બ્રાહ્મણે સ્વાઃ

પાંચ શારીરિક કાર્યો નો ઉલ્લેખ:

  • શ્વાસોચ્છવાસ (પ્રાણ),
  • મળવિસર્જન કરનારું (અપાન),
  • રુધિરાભિસરણ (વ્યાન),
  • પાચન (સમાન)
  • નિરસન (ઉદાન)

આ રીતે ખોરાક અર્પણ કર્યા પછી, તે પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે – જે આશીર્વાદિત ખોરાક કહેવાય છે

“તમામ જીવંત પ્રાણીઓમાં, હું તેમના દ્વારા ખાવામાં આવેલા ચાર પ્રકારનાં ખોરાકના પાચન રૂપે છું (મારા માટે અર્પણ તરીકે) “. – ભગવાન કૃષ્ણ