આપણે દર્શન શા માટે કરીએ છીએ ?

દર્શન એ સંસ્કૃત હિન્દૂ શબ્દ છે જેનો અર્થ દૃષ્ટિ અથવા દિવ્યતાની ઝાંખી એમ થાય છે. આપણે મંદિરમાં દેવના “દર્શન” કરી શકીએ છીએ (સ્થૂળ રીતે) અથવા એમ પણ કહી શકાય કે અજ્ઞાનરૂપી અંધકાર માં પ્રકાશ અથવા જાગરૂકતા રૂપી પ્રકાશ દ્વારા જ્ઞાન નું “દર્શન” (સૂક્ષ્મ રીતે) કરી શકીએ છીએ. સુદર્શનનો અર્થ “સ્વ” ની ઝાંખી એવો થાય છે.

હિન્દુ લોકો દેવી-દેવતાઓ, પવિત્ર/સંત પુરુષ કે સ્ત્રી (સન્યાસી) ના દર્શન માટે સેંકડો કિલોમીટરની મુસાફરી કરે છે, એક, કારણ કે હિન્દુ ધર્મ માં એવું માનવામાં આવે છે કે આ દર્શનથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેનાથી વિપરીત, ગુસ્સાવાળા અથવા ઇર્ષાળુ ને જોવા થી આપણી અંદર વ્યાપકપણે ભય વ્યાપે છે.

દર્શન અથવા દર્શ એટલે કે જોવું. આદર અને ભક્તિ સાથે જોવા માટે. દર્શન શબ્દનો ઉપયોગ ખાસ કરીને અત્યંત આદરણીય લોકોનો અંત:પૂર્વક સંપર્ક કરવાની અને તેમની કૃપા અને આશીર્વાદ મેળવવાના હેતુથી કરવામાં આવે છે. યોગ્ય રીતે દર્શન કરીને ભક્ત ની અંદર ભગવાન માટે સ્નેહ વિકસે છે, અને ભગવાન તે ભક્ત માટે સ્નેહ વિકસાવે છે.”

હિન્દુ સંસ્કૃતિમાં, પગનો સ્પર્શ (પ્રણામ અથવા ચરણ સ્પર્શ) આદર દાખવવાનું એક ઉદાહરણ છે અને તે દર્શનનો એક અભિન્ન ભાગ પણ છે. બાળકો તેમના પરિવારના વડીલના પગને સ્પર્શતા હોય છે જ્યારે અન્ય તમામ ઉંમરના લોકો પોતાના મહાન ગુરુના પગથી અથવા હિન્દુ દેવી (દેવદૂત) અથવા ભગવાનનું સ્વરૂપ (જેમ કે રામ અથવા કૃષ્ણ) ની મૂર્તિ ને સ્પર્શ કરવા માટે નમે છે.

ઉપનિષદમાં દર્શાવેલુ વેદાંત દર્શન એ જીવનનું તત્વજ્ઞાન છે.