દીપાવલી / દિવાળી

દીપાવલી

દીપાવલી જેનો અર્થ થાય છે “દીવાઓની પંક્તિ અથવા હારમાળા”. કન્નડ, તેલુગુ, સંસ્કૃત તથા ઉત્તર ભારતમાં તેને “દિવાળી” તરીકે ઓળખવામાં આવે છે, દિપાનો અર્થ હિન્દીમાં દીપ થાય છે, દીપ ને મોટે ભાગે દિવા તરીકે ઓળખવામાં આવે છે.

ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યાના રાજ્યમાં ભગવાન રામ અને સીતાના પરત આવવાના પ્રસંગ રૂપે આ તહેવાર ઉજવવામાં આવે છે.

ભગવાન રામને ૧૪ વર્ષ સુધી જંગલમાં વનવાસ મળે છે, તેમની સમર્પિત પત્ની સીતાજી અને નમ્ર ભાઇ લક્ષ્મણ તેમની સાથે જોડાવાનું નક્કી કરે છે. જયારે ૧૪ વર્ષ પછી શ્રી રામ પાછા ફરે છે, ત્યારે તેમના માર્ગ માં અજવાળું પાથરવા માટે ગામલોકો ‘દિવા’ પ્રગટાવે છે. શ્રી રામ ચૌદ વર્ષ ની કડક સજા ભોગવી પરત આવવાના પ્રતિનિધિત્વ રૂપે દર વર્ષે દિવા પગટાવવામાં આવે છે