હોળી

હોળી

હોળી, એક પરંપરાગત હિન્દૂ તહેવાર છે, આ તહેવાર વસંત ઋતુની શરૂઆત તેમજ અસત્ય પર સત્યની જીતના પરિણામની ઉજવણી રૂપે ઉજવવામાં આવે છે.

આ તહેવાર વિશ્વભરમાં રંગો ના તહેવાર તરીકે પણ જાણીતો છે, આ તહેવાર લોકો એકબીજાને રંગે રંગીને ઉજવે છે.

આ તહેવાર ની ઉત્પત્તિ ભારત માં થઇ છે અને ત્યાં વ્યાપક ધાર્મિક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. હોળી સમગ્ર વિશ્વ માં ઘણા સ્થળો એ ઉજવવામાં આવે છે.

હોળીની વિવિધ ઉજવણી વિવિધ હિન્દૂ દંતકથાઓમાંથી આવે છે. એક વાર્તા પ્રમાણે પ્રહલાદ ની દુષ્ટ માસી હોલિકા પ્રહલાદ પોતાના ખોળા માં લઇ ને અગ્નિ પર બેસી ગઈ હતી. ભગવાન વિષ્ણુ એ તે સમયે પોતાના અનુયાયી પ્રહલાદ ને એમાંથી બચાવ્યો હતો.

હોળીના તહેવાર પહેલાંની રાતે દુષ્ટતા પર વિજયની ઉજવણી રૂપે શ્રીફળ થી હોળી પ્રગટાવવામાં આવે છે.