આ તારીખ માત્ર ભાદ્રપદના ચંદ્રના આઠમા દિવસે નહીં પણ હંમેશા રોહિણી નક્ષત્ર પર રહે છે.
જન્માષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે, જન્માષ્ટમી જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં ભારતમાં ખુબજ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. હિન્દુ કૅલેન્ડર મુજબ, આ ધાર્મિક તહેવાર કૃષ્ણ પક્ષના અષ્ટમી અથવા ભાદરવા મહિનાના કૃષ્ણપક્ષના પખવાડિયાના 8 મા દિવસે ઉજવવામાં આવે છે.
શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના સૌથી શક્તિશાળી મનુષ્ય અવતાર ગણવામાં આવે છે. તેઓ ૫,૨૦૦ વર્ષ પહેલાં મથુરામાં જન્મ્યા હતા. શ્રી કૃષ્ણના જન્મનો એકમાત્ર ઉદ્દેશ પૃથ્વીને દુષ્ટો અને દુષ્કૃત્યોથી મુક્ત કરવાનો હતો. તેમણે મહાભારતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમજ ભક્તિ અને સત્કર્મ સિદ્ધાંતને ખુબજ સારી રીતે પ્રગટ કર્યો છે, જેનું ભગવત્ ગીતામાં ઊંડાણપૂર્વક વર્ણન છે.
શ્રી કૃષ્ણ નો જન્મ કંસ ના કેદખાના માં થયો હતો.તેમના પિતા વાસુદેવે તેમના બાળક કૃષ્ણને કંસની કેદમાંથી બચાવવા માટે તેમના મિત્ર નંદ સોંપવાનો નિર્ણય કર્યો હતો.
કૃષ્ણ ગોકુલમાં ઉછર્યા હતા અને છેવટે તેમના મામા, રાજા કંસનો તેમણે વધ કર્યો હતો. જન્માષ્ટમીનું વાસ્તવિક ઉજવણી મધ્યરાત્રિ દરમિયાન થાય છે, કારણ કે શ્રીકૃષ્ણ તેના મામા, કંસના શાસન અને હિંસાને સમાપ્ત કરવા માટે ઘેરી, તોફાની રાતે જન્મ્યા હતા એવું માનવામાં આવે છે.
સમગ્ર ભારતમાં, આ દિવસ ભક્તિ ગીતો અને નૃત્ય, પૂજા, આરતી, શંખનાદ અને બાલકૃષ્ણ ના પારણા સાથે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી મથુરા અને વૃંદાવનમાં, જ્યાં શ્રી કૃષ્ણએ પોતાનું જીવન વિતાવ્યું હતું તે જગ્યાએ ખૂબ જ ખાસ રીતે ઉજવવામાં આવે છે.
આ દિવસે મંદિરો અને ઘરોને અદ્ભૂત રીતે સુશોભિત કરવામાં આવે છે. તેમજ રાત્રી દરમ્યાન મંદિર માં પ્રાર્થના ગાવામાં આવે છે અને ધાર્મિક મંત્રોચ્ચાર કરવામાં આવે છે.