આપણે નમસ્તે શા માટે કરીએ છીએ ?

હિંદુઓ એકબીજાને નમસ્તે સાથે શુભેચ્છા પાઠવે છે. બે હથેળી છાતીની સામે એકસાથે મૂકવામાં આવે છે અને નમસ્તે શબ્દ કહેતા ની સાથે માથું નમાવે છે.

આ શુભેચ્છા બધા લોકો માટે છે – જેમ કે આપણા કરતા નાની ઉંમરના લોકો, આપણી જેટલી ઉંમર ના લોકો, આપણા કરતાં મોટી ઉમરના લોકો, મિત્રો અને અજાણ્યાં લોકો.

નમસ્કાર એ ઔપચારિક પરંપરાગત શુભેચ્છા ના પાંચ સ્વરૂપો માનું એક છે.

નમસ્તે ને એક સદ્ગુણ તરીકે સમજવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં આ એક પ્રકાર ની અંજલિ આપવા જેવું છે, જ્યારે આપણે એકબીજાને નમસ્તે સાથે શુભેચ્છા પાઠવીએ છીએ. નમસ્તે પ્રાસંગિક અથવા ઔપચારિક શુભેચ્છા, સંસ્કૃતિ સંમેલન અથવા પૂજા કરવાની રીતે પણ હોઈ શકે છે.

જો કે, નમસ્કાર આંખ મળવા કરતાં ઘણું વધારે છે. સંસ્કૃતમાં નમ: તે નમસ્તે એમ કહેવાય છે, તેનો અર્થ – હું તમને નમુ છુ – મારી શુભેચ્છાઓ અથવા નમસ્કાર પણ થાય છે.

નમ: શાબ્દિક રીતે “ન મ” (મારું નહિ) તરીકે અર્થઘટન કરી શકાય છે બીજાના હાજરીમાં અહંકારને નબળો પાડવો કે ઘટાડવાનું તેનું આધ્યાત્મિક મહત્વ છે. લોકો વચ્ચે વાસ્તવિક બેઠક તેમના મનની બેઠક છે. જ્યારે આપણે બીજાને આવકાર આપીએ છીએ, ત્યારે આપણે તેમને નમસ્તે કરીએ છીએ, જેનો અર્થ થાય છે, “આપણું દિમાગ સમજી/મળી શકે છે,” જે છાતી પહેલા મુકાયેલા જોડેલા બે હાથ દ્વારા સૂચવવામાં આવ્યું છે.

માથું નમાવવું એ પ્રેમ અને વિનમ્રતાથી મિત્રતા વધારવાની સરળ રીત છે. એનો આધ્યાત્મિક અર્થ પણ ઊંડો છે,  મારામાં જીવન બળ, દેવત્વ, સ્વયં કે સ્વયં માં ભગવાન બધુ એક જ છે. આ એકતાને બે હાથ જોડીને ઓળખી શકીએ છીએ, આપણે કોઈએ વ્યક્તિ ની દિવ્યતાને માથું નમાવી ને સલામ કરીએ છીએ.

એટલા માટે ક્યારેક, આપણા આદરણીય વ્યક્તિ અથવા ભગવાનને આપણી અંદર જોવા માટે આપણે આંખો બંધ કરીને નમસ્તે કરીએ છીએ. આ ચેષ્ટા ઘણી વખત “જય રાંદલમાં”, “રામ રામ”, “જય શ્રી કૃષ્ણ”, “નમો નારાયણ”, “જય સિયા રામ”, “ઓમ શાંતિ” વગેરે જેવા શબ્દો સાથે કરવામાં આવે છે – આ દેવત્વની માન્યતા દર્શાવે છે.

જ્યારે આપણે આ મહત્વ જાણતા હોઈએ છીએ, ત્યારે આપણી શુભેચ્છા માત્ર એક ઉપરછલ્લી ચેષ્ટા અથવા શબ્દ નહિ પરંતુ પ્રેમ અને આદરના વાતાવરણમાં બીજા સાથે ઊંડો સંવાદ માટેનો માર્ગ તૈયાર કરે છે.