આપણે શા માટે પુસ્તક, કાગળ કે કોઈ બીજા લોકો ને આપણા પગ વડે સ્પર્શ નથી કરતા
હિંદુ પરંપરા માં નાનપણ થી જ શીખવવામાં આવે છે કે આપણે પુસ્તક, કાગળ કે કોઈ બીજા લોકો ને આપણા પગ થી સ્પર્શ કરવા જોઈએ નહિ. પરંતુ જો ભૂલ થી આપણો પગ કાગળ, પુસ્તક, સંગીત વાદ્યો કે બીજા કોઈ શૈક્ષણિક સાધનો ને સ્પર્શ થઇ જાય, તો બાળકો ને કહેવામાં આવે છે કે જે વસ્તુ ને તેઓનો પગ અડ્યો છે તેને આદર પૂર્વક પોતાના હાથ થી સ્પર્શ કરીને પોતાની આંખ ને સ્પર્શ કરે, જે એક પ્રકાર ની માફી માગવાની વર્તણુક છે.
હિન્દુઓ માટે, જ્ઞાન પવિત્ર અને દિવ્ય છે. તેથી દરેક સમયે તેને આદર આપવો જોઈએ. આજકાલ આપણે વિષય, શિક્ષણ અને અધ્યાત્મ ને અલગ ગણીએ છીએ, જયારે પહેલાનાં સમય માં તેને દિવ્ય જ્ઞાન માનવામાં આવતું અને ગુરુ દ્વારા ગુરુકુળમાં શીખવવામાં આવતુ.
ભારતીય સંસ્કૃતિમાં શૈક્ષણિક સાધનો ને ન વટવાની/ઓળંગવાની વર્તણુક એ જ્ઞાનના ઉચ્ચ સ્તરની વારંવાર સ્મૃતિ કરાવે છે. પ્રારંભિક વયથી, આ શાણપણ આપણી અંદર પુસ્તકો અને શિક્ષણ માટેના ઊંડા આદરને પ્રોત્સાહન આપે છે. એક કારણ એ પણ છે કે આપણે સરસ્વતી પૂજા અથવા આયુધ પૂજા દિવસ પર વર્ષમાં એક વખત પુસ્તકો, વાહનો અને સાધનોની પૂજા કરીએ છીએ, જે કળા અને શિક્ષણ ની દેવી (માં સરસવતી) ને સમર્પિત છે.
હકીકતમાં, દરરોજ કોઈપણ અભ્યાસ શરૂ કરતા પહેલાં, આપણે પ્રાર્થના કરતા હોઈએ અથવા કરવી જોઈએ:
“ઓ દેવી સરસ્વતી, આપ મુલ્યવાન વસ્તુ (જ્ઞાન) આપનાર અને ઈચ્છાપુર્તી કરનાર છો, હું અભ્યાસ શરૂ કરતા પહેલા તમારી સામે નમન કરું છું. તમે હંમેશા મારા દરેક કાર્ય ને પરિપૂર્ણ કરો.”
બાળકોના પગથી વડીલોને સ્પર્શ કરવાથી ઘણીવાર તેઓ નિરાશ પણ થઈ જાય છે, કેમ કે તે શુભ નથી માનવામાં આવતું, જો તે અકસ્માતે થાય તો પણ, જયારે આવું બને ત્યારે આપણે એ વ્યક્તિને સ્પર્શ કરીને આંગળીઓને માફી ચિહ્ન તરીકે અમારી આંખોથી સ્પર્શ કરવી જોઈએ. જ્યારે કોઈ વડીલો દ્વારા કોઈ યુવાન વ્યક્તિને અજાણતાં તેમના પગ થી સ્પર્શ થઇ જાય, ત્યારે તેઓ તરત જ માફી માંગે છે.
પગ સાથે કોઈ અન્ય વસ્તુ નો સ્પર્શ દુરાચરણ તરીકે ગણવામાં આવે છે. આવું શા માટે છે ?
માણસ ને ભગવાનના સૌથી સુંદર, જીવંત, શ્વાસનું મંદિર ગણવામાં આવે છે. તેથી, પગથી બીજાને સ્પર્શવું તેનામાં દૈવત્વનું અપમાન/અનાદર કરવા જેવું છે, જે તાત્કાલિક માફી ને પાત્ર છે, જેને આદર અને નમ્રતા સાથે આપવામાં આવે છે. આમ, આપણા ઘણા રિવાજો સરળ પરંતુ શક્તિશાળી યાદગીરી અથવા ગહન દાર્શનિક સત્યોના નિર્દેશક/સૂચક તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. આ એવા પરિબળો પૈકીનું એક છે જેણે ભારતીય સંસ્કૃતિને સદીઓથી જીવંત રાખી છે.