આપણા ઘરે પ્રાર્થના ખંડ શા માટે હોય છે ?

મોટાભાગના હિન્દુઓ ના ઘરોમાં પ્રાર્થના ખંડ અથવા વેદી(યજ્ઞવેદી અથવા યજ્ઞકુંડ) હોય છે, કે જ્યાં દીવો પ્રગટાવવામાં આવે છે અને દરરોજ ભગવાનની પૂજા કરવામાં આવે છે. અન્ય આધ્યાત્મિક ક્રિયાઓ જેવી કે જપ (ભગવાનના નામનું પુનરાવર્તન), ધ્યાન, પરાયણ (ધાર્મિક ગ્રંથ વાંચન), પ્રાર્થના ગાવાનું, ભક્તિ વગેરે પણ અહીં જ કરવામાં આવે છે. જન્મદિવસો, વર્ષગાંઠો, તહેવારો અને તેના જેવા શુભ પ્રસંગોએ અહી ખાસ પૂજા કરવામાં આવે છે. પરિવારના દરેક સભ્ય, યુવાન અથવા વૃદ્ધો, અહીં શ્રદ્ધા સાથે પૂજા અને પ્રાર્થના કરે છે.

ભગવાન સમગ્ર સૃષ્ટિના સર્જનહાર છે, તેથી જ સમગ્ર સર્જન ના સાચા માલિક અને પિતા તે છે. તેથી જ, જે ઘરમાં આપણે રહીએ છીએ તેના સાચા માલિક પણ તેઓ જ(ભગવાન) છે.

પ્રાર્થના ખંડ એ આખા ઘર નો મુખ્ય ખંડ માનવામાં આવે છે. આપણે તેમની ધરતી ના માલિક છીએ, આ ખ્યાલ આપણને ખોટા અભિમાન અને સ્વભાવને ગતિ આપે છે.

સાચુ આદર્શ વલણ એ ભગવાનને આપણા ઘરોના સાચા માલિક તરીકે અને તેમના ઘરની સંભાળ રાખનાર તરીકે ગણવું એ છે. પરંતુ જો તે મુશ્કેલ લાગતું હોય, તો આપણે તેને મહત્વના મહેમાન તરીકે વિચારીને વધુ સારૂ સ્વાગત કરી શકીએ છીએ, જેમ આપણે આપણા અન્ય અગત્યનો મહેમાનનો ને શ્રેષ્ઠ આરામદાયક નિવાસ આપીએ છીએ. તે જ રીતે આપણે  પણ આપણા ઘરમાં ભગવાનની ઉપસ્થિતિને પ્રાર્થના ખંડ અથવા યજ્ઞવેદી દ્વારા સન્માનિત કરીએ છીએ, જે હંમેશાં સ્વચ્છ અને સારી રીતે સુશોભિત રાખવામાં આવે છે.

વળી, ભગવાન સર્વવ્યાપી છે. આપણને યાદ રહે કે ભગવાન આપણી સાથે આપણા ઘરમાં રહે છે એ માટે આપણી ઘરે પ્રાર્થના ખંડ હોય છે. ભગવાનની કૃપા વગર, કોઈ કાર્ય સફળતાપૂર્વક અથવા સહેલાઈથી પૂરું કરી શકાતું નથી. આપણે તેમની કૃપાદૃષ્ટિ મેળવવા માટે દરરોજ અને ખાસ પ્રસંગોએ પ્રાર્થના ખંડમાં તેમની પ્રાર્થના કરવી છીએ.

આપણા ઘરના દરેક ઓરડા વિશિષ્ટ કાર્ય માટે સમર્પિત છે જેમ કે આરામ માટે બેડરૂમ(આરામખંડ), મહેમાનોને મળવા માટે ડ્રોઈંગરૂમ, રસોઈ માટે રસોડું વગેરે. દરેક રૂમ (ખંડ) નું ફર્નિચર, શોભા અને વાતાવરણ તે હેતુ માટે ઉપયોગી બની રહે એ રીતે રાખવામાં આવે છે. તેથી ધ્યાન, ઉપાસના અને પ્રાર્થનાના ઉદ્દેશ્ય માટે, આપણી પાસે યોગ્ય વાતાવરણ હોવું જોઈએ – તેથી પ્રાર્થના ખંડ જરૂરી છે.

પ્રાર્થનાખંડમાં પવિત્ર વિચારો અને ધ્વનિ સ્પંદનોનો વ્યાપ થાય છે અને ત્યાં સમય પસાર કરતા લોકોના મનને પ્રભાવિત કરે છે. પ્રાર્થના ખંડમાં નિયમિત ધ્યાન, ઉપાસના, અને જપ કરવામાં આવે તો ત્યાં આધ્યાત્મિક વિચારો અને સ્પંદનોનો વ્યાપ થાય છે. જ્યારે આપણે થાકી ગયા હોઈએ છીએ અથવા ઉશ્કેરાઈ જઈએ, ત્યારે ફક્ત થોડા સમય માટે પ્રાર્થના ખંડમાં બેસીને, આપણે ફરી શાતી પ્રાપ્ત કરી શકીએ છીએ અને પોતાને આધ્યાત્મિક રીતે પુનઃપ્રાપ્ત અનુભવી શકીએ છીએ.