આપણે મંદિર માં ઘંટ શા માટે વગાડીએ છીએ ?

મોટા ભાગનાં મંદિરોમાં, પ્રવેશદ્વારની નજીકમાં એકથી વધુ ઘંટડીઓ લટકાવાય છે. ભક્તો મંદિર માં પ્રવેશતા ની સાથે જ ઘંટ વગાડે છે, ત્યારબાદ ભગવાનના દર્શન અને પ્રાર્થના કરે છે. બાળકો ને ઘંટડી સુધી પહોંચવા માટે કૂદકા મારવા ખુબ ગમે છે કેમ કે ઘંટ થોડી ઉચાઈએ લગાવેલા હોય છે કે જ્યાં બાળકો સહેલાય થી નથી પહોચી શકતા.

શું ઘંટ ભગવાન ને જગાડવા માટે હોય છે? પરંતુ ભગવાનક્યારેય ઊંઘતા જ નથી. શું તે ભગવાનને ખબર પાડવા માટે હોય છે કે આપણે આવ્યા છીએ? તેમને કહેવાની જરૂર નથી, કારણ કે તે બધે જ છે – અને બધું જ જાણે છે. શું તે પોતાની સરહદમાં દાખલ થવા માટેની પરવાનગી માંગવ માટે છે? મંદિર આપનું બીજું ઘર કહેવામાં આવે છે, અને તેથી ઘરઆંગણે પ્રવેશ માટે કોઈ પરવાનગીની જરૂર હોતી નથી. ભગવાન આપણા બધાનું બધા જ સમયે સ્વાગત કરે છે.

તો પછી શા માટે આપણે ઘંટ વગાડીએ છીએ ?

ઘંટ નાદ ને એક શુભ ધ્વનિ તરીકે ગણવામાં આવે છે. તે અવાજ ઓમ એવું , ભગવાનનું સર્વવ્યાપક નામ ઉત્પન્ન કરે છે.

ભગવાન જે સર્વશક્તિમાન છે, તેની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે, આપણી અંદરની અને બાહ્ય શુદ્ધતા હોવી જોઈએ,. ધાર્મિક આરતી કરતી વખતે પણ, આપણે ઘંટડી વગાળીએ છીએ તે કેટલીકવાર શંખ અને અન્ય સંગીતનાં સાધનો નો પણ ઉમેરો કરવામાં આવે છે. ઘંટડી, શંખ અને અન્ય સાધનોનું મહત્વ એ છે કે તેઓ કોઈ પણ અશુભ અથવા અપ્રસ્તુત અવાજ અને ટિપ્પણીઓ, જે ભક્તોને તેમના ભક્તિમય એકાગ્રતા અને આંતરિક શાંતિમાં વિક્ષેપિત કરી શકે છે તેને દબાવી દેતા હોય છે. આપણે દરરોજ ધાર્મિક પૂજા (પૂજા) શરૂ કરીએ ત્યારે પણ ઘંટડી વગાળીએ છીએ.

“હું ઘંટડી વગાડું છે એ દિવ્યતા (દેવત્વ ની પ્રાર્થના) ની અભિવ્યક્તિ સૂચવે છે, કે જેથી સદાચારી અને ઉમદા તરંગો તેમજ વિચારો (મારા ઘર અને હૃદય) માં દાખલ કરો; અને અંદરથી શૈતાની અને દુષ્ટ શક્તિઓ નો વિનાશ થાઓ.”