આપણે યજ્ઞ / યગ્ય શા માટે કરીએ છીએ ?

વૈદિક યગ્યો (અન્ય નામ યજ્ઞ, યજ્ન) જીવનના વિવિધ ક્ષેત્રોમાં, વ્યક્તિઓ અને રાષ્ટ્રોમાં નકારાત્મક ઉર્જા ના નાશ માટે અને સકારાત્મક ઉર્જા ફેલાવવા માટે અને શ્રેષ્ઠ સંભવિત પ્રકૃતિના નિર્માણ માટે કરવામાં આવે છે. ઘણા લોકો યગ્ય ને બદલે યજ્ઞ અથવા યજ્ન શબ્દોનો ઉપયોગ કરે છે, તે બધા શબ્દો નો અર્થ એક જ છે.

આપણે વૈદિક શબ્દનો ઉપયોગ કરીએ છીએ કારણ કે યજ્ઞ વૈદિક પરંપરાના પ્રાચીન સંતોના જ્ઞાન પર આધારિત છે. વૈદિક યજ્ઞો ખાસ પ્રશિક્ષિત વૈદિક પંડિતો દ્વારા કરવામાં આવે છે, જેઓ વૈદિક વિધિઓ, પ્રદર્શન, અને વૈદિક પરંપરાના નિયમો અનુસાર જીવન જીવે છે.

યજ્ઞ, તેનાં ચોક્કસ પરિણામો સુધી પહોંચવા માટે સંગીત અથવા વૈદિક મંત્રોના પઠન દ્વારા કરવામાં આવે છે. આ વૈદિક સંગીત, વૈદિક સ્પંદન છે. નિવારણ તરીકે પણ તેમનો ઉપયોગ કરી શકાય છે અને જીવનના વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

યજ્ઞ થી ઘણા લાભો થાય છે જેવા કે વૈદિક સ્વાસ્થ્ય, સંપત્તિ, સંવાદિતા(સુમેળ) અને ઉત્ક્રાંતિ(નવ નિર્માણ) વગેરે.